પાંડવો અને શિવશક્તિઈશ્વરને
કરનકરાવનહાર કહેવામાં આવે છે. એનો અર્થ તેઓ જાતે નથી કરતા પરંતુ કોઈને કોઈ નિમિત્તમાત્ર શક્તિઓના માધ્યમ દ્વારા તે જગતનું નિર્માણ અને પુન:નિર્માણનું કરી/કરાવી રહ્યા છે. તેઓ જ્યારે આ સૃષ્ટિપર જ્યારે જ્યારે અવતરિત(ગર્ભદ્વારા નહીં પરંતુ ધરતી પર દિવ્ય જન્મ લે છે. એના માટે તેઓ સાકાર માધ્યમનો આધાર જરૂર લે છે અને દિવ્ય જ્ઞાન દ્વારા આત્માઓના અપરિવર્તન કરીને વિશ્વ પરિવર્તનનું બેહદનું કાર્ય કરવા) થાય છે ત્યારે સદજ્ઞાન સાંપડે છે જે કોઈ પુસ્તક કે ગ્રંથોનો આધારનથી લેતા પરંતુ બહ્મામુખ દ્વારા સ્વયં અનેક જ્ઞાંવિજ્ઞાનના રહસ્યો ખોલે છે. પોતાનો અને આપણસર્વનો સાચો પરિચય આપે છે. આપણે દેહભાનમાં સ્વયંને ભૂલવાથી અજ્ઞાન અંધકારમાં ભટક્યા કરીએ છીએ તેમાંથી બહાર કાઢવા તેમના સદજ્ઞાનથી પાવન કરવા જ્ઞાનગંગા વહાવે છે. તેમના આ કાર્ય ને સંપન્ન કરવા પાંડવપતિ પાંડવો(પુરૂષો)ના અને શિવશક્તિ(સ્ત્રીઓના) બનીને આ ધરતી પર કરનકરાવનહાર આવે છે અને જગત અને સર્વને પાવન બનાવવાનું બીડું ઝડપે છે આપણે તો માત્ર તેમની આજ્ઞાનુસાર ચીંધેલ રાહ પર ચાલીને સ્વ અને સર્વનું કલ્યાણ કરીને અનેક જન્મોની પુણ્યની કમાઈ કરવાની છે. ખુદનો પરિચય આપતાં ઈશ્વર સ્વયં પોતાનો અપરિચય આપતાં કહે છે હું સર્વ આત્માઓનો પિતા પરમપિતા પરમેશ્વર “શિવ” છે. જેનો અર્થ થાય કલ્યાણકારી થાય છે. તમે સૌ આત્માઓ મારી સંતાન(અંશ નહીં પરંતુ વંશજ) છો. તો આવી આત્માઓ જગતમાં શિવ શક્તિઓ ના સ્વરૂપે અલગ અલગ નામથી(નામ પ્રમાણે ગુણોને ધારણ કરનારા) “શિવશક્તિ” અને “પાંડવો” ના નામથી ખ્યાતિ પામે છે. તો આવો આવી શિવ શક્તિઓનો પરિચય મેળવીએ..
જેની ઘરઘરમાં આપણે પૂજા કરતા આવ્યા એવી દેવીઓ ને તો નામથી જેમકે શ્રી ઉમા, મીનાક્ષી, શીતળા, દુર્ગા, કાલીકા, સંતોષી, દુર્ગા. લક્ષ્મી, સરસ્વતી, મા હરસિદ્ધિ..જેવી દેવીઓના કાર્યને પણ ઓળખીએ. જ્યારે તેઓ ચેતન સ્વરૂપે આ ધરતી પર હોય છે ત્યારે તેઓ એક સાધારણ તનમાં(સામાન્ય સ્ત્રી સ્વરૂપે) હોવા છતાં તેઓના દિવ્ય કાર્ય કરનકરાવનહાર થકી કરે છે. માટે આવી શિવશક્તિ તરીકે ઓળખાવ લાગી અને ઘરઘરમાં અને મંદિરોમાં મૂર્તિ સ્વરૂપે તેઓની યાદગાર સ્વરૂપે આજે પણ યાદ કરતા આવ્યા છીએ.
જેમકે..
.ઉમા- જે સર્વનો ઉમંગ અને ઉત્સાહને વધારે છે અને જ્ઞાનગંગા બની અમૃત સૌને પીવડાવે છે.
મીનાક્ષી_ જ્ઞાનનેત્ર સૌને આપે છે.(જ્ઞાનને આપણે સૌ ત્રીજાનેત્ર તરીકે કહીએ છે જેનું સ્થાન બંન્ને ભ્રુકુટિની વચ્ચે બતાવાય છે)
મા શીતળા-:- સૌને ઈશ્વરીય જ્ઞાનજલ પીવડાવીને આત્માઓ(ભક્તો)ની અનેક જન્મોની તપનને(તરસને) છીપાવે છે. માટે તમને આપણે શીતળામા તરીકે પૂજવા લાગ્યા. જેમણે પણ આ સૃષ્ટિને સ્વર્ગ બનાવવામાં મદદગાર થયા. ત્યાર પછી..
મા કાલી(મહાકાળી) જે પૂજનીય બન્યા કારણ તેમણે તેમના ભક્તોના કલંકો(કુકર્મ)ને મિટાવ્યા અને ખ્યાતનામ થયા. એજ રીતે
માદુર્ગા:- જે પોતાન ભક્તોના દુર્ગુણોને મિટાવે છે. દૂરથી ય ગ્હા કરીને અસુરોનો(પાંચ વિકારો કામ,ક્રોધ,લોભ,મોહ અને અહંકાર)નો જ્ઞાનના અસ્ત્રશસ્ત્ર થકી વધ કરે છે અને સૌને અસુરોના પંજામાંથી છોડાવે છે.માટે તે મા દુર્ગા તરીકે પૂજાવા લાગ્યા.
મા સંતોષી:-– જે સર્વની મનોકામનાઓ પૂર્ણ કરે છે.
શ્રી લક્ષ્મી અને સરસ્વતી: જે સૌને જ્ઞાનધન આપીને ન્યાલ કરી દે છે. આમેય જ્ઞાનને સૌર્સ ઓફ ઈન્કમ કહીએ છે. જે કમાણી કરાવે છે નિર્ધનને ધન્ધાન્ય આપે છે.. માટે તે શ્રી લક્ષ્મી તરીકે પૂજની ય બન્યા. જ્યારે મા સરસ્વતીને સૌ કોઈ આરાધે છે તેમનું મંદિર શાળાઓ મહાશાળાઓ અને વિદ્યાલયો તરીકે ઓળખાય છે, જેનાથી અનેક લોકો કમાઈ કરીને સ્વનું કુટુંબનું અને અન્યનું કલ્યાણ કરવા નિમિત્ત બને છે. સરસવતીનુ વાહન હંસ અને હાથમાં વીણાથી શોભે છે. જે શુભ્રવસ્ત્રધારી છે જે વિદ્યાદાયિની છે. જે ગ્યાનનો શંખ ફૂંકીને ઔ આજ્ઞાની આત્માઓને જગાડીને…જ્ઞાનવીણા વગાડીને સર્વ આત્માઓનું કલ્યાણ કરવા નિમિત્ત બને છે. માટે તેઓશ્રી સરસ્વતી કહેવાયા.
મા હરસિદ્ધિ:- જે હરકોઈ આત્માની મનોકામનાઓ પૂર્ણ કરવા નિમિત્ત બન્ય અને વંદનીય અને પૂજની કહેવાયા.

આમ આ બધી આત્માઓ નામથીય અમર બની ગયા..

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s