સ્લેટ

image

ઓમશાંતિ…સુપ્રભાતમ। સૌને મારા નમસ્કાર।
સ્લેટ વિશે થોડું વધુ લખવાનું મન થાય છે જે આપની સાથે સહભાગી બનાવવાનું ય મન થાય એ સ્વાભાવિક છે..સ્લેટના બે પ્રકાર. એક કોરીકટ…જેનો એક પેટા પ્રકાર ય છે જેમાં કઈંક લખી ને ભૂંસીને કોરી કરેલ હોય તેવી. અને બીજી લખેલી સ્લેટ બરાબરને???આ બરાબર પૂછવાની પૂંછ પણ લાંબીટૂંકી બનાવી શકાય બરાબર? તેમ આ મૂંગી સ્લેટ… સ્લેટ પણ ઘણુંબધું કહી જાય છે.
વાત કરુ બાળપણની સ્લેટની કે પછી આ ડીઝીટલ સ્લેટની? ચાલો બંનેવ વિશે કઈંક કહું? એકને લખીને ભીની વાદળીથી કે પછી આજકાલ બજારમાં મળતા મીની ડસ્ટરથી હવે તો તે દરેક બુકસેલરને શોપમાં મળે.
તે બાળપણની સ્લેટ યાદ આવે જીવનની સંધ્યાએ આવવી ય જરૂરી છે.
છીંડે ચડ્યો તે ચોર એને પોલીસખાતામાં ટેગ કરવા કામ લાગે. એકડ એક જોરજોરથી બોલીને માસ્તરને પજવવામાં કસર છોડાય ખરી?અત્યારના છોકરાં હવે મબાપની હિમ્મત મુજબ નોટો…પન્સીલો…કે પછી ડીઝીટલ રમકડાં જેવી સ્લેટો માગે??? એ પ્રમાણે છોકરાઓનું સ્ટેટસ અંકાય. પણ છોકરાં એ તો છોકરાં  એ તો પહેલાના હોયકે અત્યારના તેઓનામાં કોઈ પ્રપંચ હોતો જ નથી. બાળકો એટલે જ સૌને વહાલાં લાગે છે કેમકે તેઓનું મન એક કોરી સ્લેટ જ હોય છે. પછી જ તેના મન પર જગતના બાહ્ય વાતાવરણની અસર ધીરે ધીરે થવા લાગે છે તેમ તેમ તેની મનની કોરી સ્લેટમાં કંઈંકને કંઈંક સતત લખાતું કે ભૂસાતું જાય તેમ તેમ તેનો તેવો પ્રકાર બનતો કે બદલાતો જાય? બાળકોને વિચારતા કરવા પ્રશ્ન પૂછો કે મનની સ્લેટનો કયો રંગ? ચલો આ પ્રશ્ન આજે આપણે સૌ આપણાજ મનને પૂછીએ???ફરી ક્યારેક આપણે આ ઈ પાઠશાળા કે ઠોઠ નિશાળિયાની શાળામાં મનના ચાોતરે ટહૂકાઓ…હાઉકલીઓ…કરવા ભેળા મળીને ઉજાણી(મનની) કરવા આવશું ત્યારે. રામ રામ…ઓમશાંતિ…શાંતિ…શાંતિ।

image

Posted from WordPress for Android

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s